Fact Check: શું ભારતને અધૂરી આઝાદી મળી હતી?
[इस लेख के साथ वेबसाइट को बहुभाषी बनाने के अपने संकल्प की हम शुरुआत कर रहे हैं। हिन्दी में प्रकाशित इस लेख का गुजराती अनुवाद किया है भाई अर्जव पारेख ने।]
हिन्दी का आलेख : क्या भारत को अधूरी आज़ादी मिली थी?
મનોજ કુમાર સવાઇયા
પાછલા કેટલાક દિવસોમાં ભારતની સ્વતંત્રતા વિશે ધડમાથા વગરની, હાસ્યાસ્પદ પરંતુ વ્યાપક જનસમુદાય સુધી ફેલાઈ જાય એવી વાતો સામે આવી અને સોશ્યલ મીડિયા અને ટીવી મીડિયામાં ચર્ચાઓનો વિષય બની. તાજેતરમાં જ પદ્મશ્રીથી સમ્માનિત અને ૪ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત કંગના રનૌતે એક ખાનગી ચેનલને આપેલા ન્યૂઝ ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે ૧૯૪૭માં આઝાદી ભીખમાં મળી હતી અને વાસ્તવિક આઝાદી તો ૨૦૧૪માં મળી.
આવા જ પ્રકારની હાસ્યાસ્પદ વાત એક ટ્વિટર હેન્ડલ @anujdhar પર જોવા મળી અને કંગના રનૌતના સ્ટેટમેન્ટના સમર્થનમાં એમણે પંડિત જવાહરલાલ નેહરૂનો એક પત્ર લગાવ્યો જે બ્રિટનની મહારાણીને સંબોધિત કરીને લખવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ન તો કંગના રનૌત ન તો અનુજ ધર ઇતિહાસના વિશેષજ્ઞ છે. એમના કહેવાથી એ સિદ્ધ થઈ જાય છે કે એમને ઈતિહાસનું સામાન્ય જ્ઞાન પણ નથી. જનસમુદાય ભ્રમિત ન થઈ જાય એ માટે એમના આ વિધાનોનું તાર્કિક ખંડન જરૂરી છે.
આવો એ ઐતિહાસિક તથ્ય ઉપર નજર નાખીએ કે ભારતને સ્વતંત્રતા કેવી રીતે મળી?
તથ્ય એ છે કે ભારતને ક્રમશ: લાંબા સ્વતંત્રતા સંઘર્ષ પછી સ્વતંત્રતા મળી. એ સ્વતંત્રતા સંઘર્ષ ૧૮૫૭થી શરૂ થઈને ઉદારવાદીઓ, ઉગ્રવાદીઓ, ક્રાંતિકારીઓથી લઈને ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, મહિલાઓના સંઘર્ષ સુધી પહોંચ્યો. કોઈ એક વિચારધારા અને એમના સમર્થકોને છોડીને લગભગ બધા જ ભારતીયોએ આ સંઘર્ષમાં પોતાનો ફાળો આપ્યો. નિ: સંદેહ ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ થી ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ સુધીનો સમય ‘ ડોમિનિયન કાળ’ હતો પણ ભારતીય સ્વતંત્રતા માટે શા માટે આપણે કોઈ અધિકૃત વ્યક્તિના વિધાનને આધાર ન બનાવીએ.
ભારતની સ્વતંત્રતાના સમયે બ્રિટિશ પ્રધાનમંત્રી રહેલા ક્લીમેંટ એટલીએ ‘ભારતીય સ્વતંત્રતા વિધેયક’ ના વિષે કહ્યું હતું કે “આ વિધેયક એ ઘટના ચક્રની લાંબી શૃંખલાનું ચરમ બિંદુ છે. મીંટો મોરલે તથા મોંટેઙ્ગ્યુ ચેમ્સ્ફોર્ડ ભલામણ, સાઇમન કમિશનની રિપોર્ટ, ગોળમેજી પરિષદ, મારા માનનીય મિત્રોનું ગયા વર્ષે ભારત જવું આ બધુ જ એ રસ્તાના પગલાઓ જેવુ છે કે જેનો અંત ભારતને સ્વતંત્રતા દેવા માટેની ભલામણ છે.”
એટલીના વક્તવ્યમાં વર્ણન કરવામાં આવેલા દરેક બિંદુની પહેલાનું અધ્યયન એ આડેધડ વાતો ફેલાવવાવાળા લોકો દ્વારા કરવામાં આવે તો કદાચ તેઓ સ્વતંત્રતા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનથી પરિચિત થઈ જાય. આ જ રીતે ‘ ટ્રાન્સફર ઓફ પાવર’ અથવા ‘ ડોમિનિયન સ્ટેટસ’ ને લઈને સુનિયોજિત રૂપે ભોળા મતદારોને ખરાબ રાજનીતિક સ્વાર્થ માટે જે પ્રકારે છેતરવામાં અને ભટકાવવામાં આવી રહ્યા છે એ તો દેશદ્રોહ છે જ પણ એનાથી પણ મોટો દેશદ્રોહ અને રાષ્ટ્ર પ્રત્યે અપરાધ એ છે કે જે સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું બધુ જ દેશની સ્વતંત્રતા માટે અર્પણ કરી દીધું એમના પ્રયાસો પર પ્રશ્નચિહ્ન ઊભું કરવું. આ એવી વાત છે કે સમુદ્રી તોફાનો વચ્ચે જે લોકો સમુદ્રની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે એના પર કિનારે ઊભા રહીને તમાશો જોઈ રહેલા તમાશખોરો કોમેન્ટ પાસ કરે.
દુર્ભાગ્યે આ સમયે તમાશાખોરોનું ભાગ્ય પ્રબળ છે પરંતુ ઐતિહાસિક તથ્ય કે સત્ય એ જ છે કે સ્વતંત્રતાના સમયે બ્રિટિશ પ્રધાનમંત્રી રહેલા એટલી એ ભારતીય સ્વતંત્રતા વિધેયક ઉપર પોતાના વ્યકતવ્યમાં કહ્યું હતું.
Arjav Parekh is a Journalism Student from Gujarat University.